ભારતીય રેલવેમાં 90 હજાર જગ્યાઓ માટે લેવાશે પરીક્ષા, જાણી લો વિગતો
રેલવેનાં 90 હજાર પદો પર આવેદન કરનારા ઉમેદવારો RRB તરફથી એપ્લિકેશન સ્ટેટસ જાહેર કર્યા બાદ હવે પરીક્ષાની તિથિ જાહેર થવાની રાહ જોઇ રહ્યા છે. રેલવે રિક્રૂટમેન્ટ બૉર્ડ(RRB)ની તરફથી ગ્રુપ સી અને ડીની અંદાજે એક લાખ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેના માટે દોઢ કરોઢ ઉમેદવારોએ આવેદન કર્યું છે. બૉર્ડ તરફથી આ જગ્યાઓ સંબંધિત નોટિફિકેશન માર્ચ 2018માં જાહેર કરવામાં આવ્યું હતુ.
રિક્રુટમેન્ટ બૉર્ડે 11 જુલાઈનાં રોજ ઑફિશિયલ વેબસાઇટ પર એપ્લિકેશન સ્ટેટ્સ લિંકને એક્ટિવેટ કર્યું હતુ. આ લિંક પર ક્લિક કર્યા પછી તમે જાણકારી મેળવી શકો છો કે રેલવેએ તમારી એપ્લિકેશન સ્વીકાર કરી છે કે નહી. અંદાજે 86 લાખ ઉમેદવારોનાં આવેદન રેલવેએ રિજેક્ટ કર્યા છે. આ જગ્યાઓ માટેની પરિક્ષા ઑગષ્ટમાં થવાનો અંદાજ છે. એડમિટ કાર્ડ જુલાઈનાં અંત સુધીમાં આપવામાં આવશે. જો કે આ વિશે બૉર્ડ તરફથી આધિકારિક સૂચના આપવામાં આવી નથી.
આ અંગે વધુ માહિતી માટે રેલવેની ઑફિશિયલ વેબસાઇટ www.indianrailways.gov.in નજર રાખે. ગ્રુપ ડી માટેની ભરતી પરીક્ષા કૉમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ(CBT) દ્વારા લેવામાં આવશે. CBT પાસ કર્યા બાદ ઉમેદવારોનો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે.

Comments
Post a Comment