ડાંગના જંગલોમાં ધોધમાર વરસાદ થતાં અંબિકામાં પૂર, ગીરા ધોધ ખીલી ઉઠ્યો
ડાંગ (આહવા): દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. જેને પગલે ડાંગ જિલ્લામાંથી પસાર થતી નદીઓ બે કાંઠે થઈ છે. જંગલ વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં પૂર આવતાં અહીં કેટલાક ધોધ પરથી પાણી પડતાં નદી જાણે સિંહ ગર્જના કરતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. અહીંનો ગીરા ધોધ પણ ચોમાસું ખીલતાં રમણીય બન્યો છે. અંબિકા નદીનું જળ ધોધ સ્વરૂપે ખડકો પર પડતાં પાણીનો અવાજ કુદરતની ખોળે હોવાનો અહેસાસ કરાવે છે. આ સ્થળ પિકનિક પોઈન્ટ પણ બન્યો છે.
રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો ગીરા ધોધ
ગીરા ધોધ એટલે ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ. ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઇ ગામ પાસે આવેલી અંબિકા નદી ધોધ સ્વરૂપે નીચે પડતી જોવા મળે છે. અંબિકા નદી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ચોમાસામાં જ્યારે અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધે છે ત્યારે આ ધોધ ઘણો જ રમણીય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. ધોધનું પાણી ઉપરથી નીચે ખડકો સાથે અથડાઇને જાણે કે ગર્જના કરતું હોય તેવો ગર્ભિત અવાજ સંભળાય છે.
વધુ માહિતી માટે👇👇👇👇👇👇
https://www.divyabhaskar.co.in/news/DGUJ-NAV-OMC-LCL-gira-waterfalls-on-ambika-river-near-vadhai-of-dang-district-in-gujarat-gujarati-news-5918570-PHO.html?ref=whtp
Comments
Post a Comment