BSNL સિમ કાર્ડ વિનાનો ફોન લોંચ કરશે, નેશનલ ઇન્ટરનેશનલ રોમિંગ ફ્રી

BSNL will launch the phone without a SIM card,  National International Roaming Free
વલસાડ: વલસાડ,નવસારી,ડાંગ જિલ્લા અને દમણ,દાનહમાં બીએસએનલ દ્વારા સિમ કાર્ડ વિનાની મોબાઇલ ફોન સેવા શરૂ કરી કરવાની તૈયારી હાથ ધરાઇ છે.આ સુવિધા સ્વિંગ્સ એપ્લિકેશનના નામે 1 અોગષ્ટ 2018થી શરૂ કરાશે.જેનું માત્ર રજિસ્ટ્રેશન કરાવી સિમકાર્ડ વિના જ મોબાઇલનો ઉપયોગ કરી શકાશે.લેન્ડ લાઇન પર આવતા ફોન પણ મોબાઇલ પર કનેક્ટ થઇ શકશે. વલસાડ બીએસએનલ કચેરીમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા વલસાડ ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ જીએમ પી.કે.સાસાહાએ જણાવ્યું કે, છેવાડા સુધીના લોકો માટે બીએસઅેનએલ દ્વારા કોઇપણ પ્રોવાઇડર કરતા સસ્તી નવી અનલિમિટેડ કોલ્સ અને ડેટાની ગ્રાહકલક્ષી યોજનાઓનો પ્રારંભ થઇ ચૂક્યો છે.
સ્વિંગ્સ સર્વિસ એપ્લિકેશન રજિસ્ટર્ડ કરાવી મોબાઇલ પર કોલિંગ- લેન્ડલાઇન સાથે પણ કનેક્ટ થશે
બ્રોડબેન્ડ ગ્રાહકો માટે 45 થી 600 જીબી સુધીના સસ્તા પડે તેવા હાઇસ્પીડ કોમ્બો પ્લાન્સ અને લેન્ડ લાઇન પ્લાન શરૂ કરાયા છે.વધુ સ્પીડ અને બધાજ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે.6 માસ બાદ રેગ્યુલર કોમ્બો પ્લાનમાં તેને તબદિલ કરાશે.ખાસ સુવિધામાં બીએસએનએલ દ્વારા સ્વિંગ્સ સર્વિસ શરૂ કરાઇ છે.આ સુવિધા માટે કોઇ સિમ કાર્ડની જરૂરત નથી. સિમકાર્ડ કે લેન્ડલાઇન વિના પણ કોલિંગ થઇ શકશે.નેશનલ ઇન્ટરનેશનલ રોમિંગ ફ્રી રહેશે. આ સર્વિસ દ્વારા ઇન્ટરનેશનલ કોલિંગ માટે લેન્ડલાઇનનો દર લાગૂ રહેશે.આ સુવિધા માટે એકવાર રૂ.1099નો સર્વિસ ચાર્જ જ ચૂકવવો પડશે.જેનું રજિસ્ટ્રેશન 1 ઓગષ્ટથી ઓનલાઇન કરવામાં આવશે.પત્રકાર પરિષદમાં ડીજીએમ એ.જી.ખડકર,ડીજીએમ પી.જી.શેખ તેમજ પી.વી.વેલાપોર હાજર રહ્યા હતા.

Comments

Popular posts from this blog

આર્મી ની ભરતી માટે ની લેટેસ્ટ અપડેટ મેળવો